GujaratGujarat newsNorth GujaratSouth Gujaratતાપી

દેવગઢ તાલુકાના મીરકોટકામ ગામેથી કારમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત

દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી ડી.એમ. રોહિત સિંહ અને તેમની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટેની કામગીરી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા પોલીસે મીરકોટકામ ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલ બાતમીના આધારે, દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મીરકોટકામ ગામની સીમમાં આવેલ વાહનવ્યવહારની ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન, બાતમી મુજબની એક સફેદ કલરની કાર (નંબર- GJ-06-EC-0524) આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારનો ચાલક પોલીસને જોઈને ગાડી રોક્યા વગર નસવાડી તરફ ભાગી ગયો હતો.

પોલીસે તુરંત પીછો કરીને મીરકોટકામ ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે કારને રોકી લીધી હતી. કારનો ચાલક ડ્રાઈવર સીટની બાજુનો કાચ તોડીને ખેતરમાં ભાગી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી.

આ ઝડપાયેલા મુદ્દામાલમાં ₹ ૪,૪૪,૦૦૦/- ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, ₹ ૫,૦૦,૦૦૦/- ની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા કાર, ₹ ૫૦૦/- ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન અને ₹ ૫૦૦/- ની કિંમતનું એક મોટરસાયકલ મળીને કુલ ₹ ૯,૪૪,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ગુના સંદર્ભે દેવગઢ બારિયા પોલીસે (૧) હસમુખભાઈ બારીયા, (૨) છત્રસિંહ ઉર્ફે છોટુભાઈ બારિયા, (૩) મુકેશભાઈ બારિયા, (૪) ગણેશભાઈ શંકરભાઈ બારિયા (તમામ રહે. ગંગરડી ગામ, દેવગઢ બારિયા) અને (૫) એક અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરીમાં PSI શ્રી ડી.એમ. રોહિત સિંહ, A.S.I. બી.એમ. માકવાણા સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button