વ્યારામાં ક્રેટા કારમાંથી ₹૫.૮૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: કુલ ₹૧૩.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત
વ્યારા, તાપી તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન.દેસાઇની સૂચના હેઠળ પ્રોહીબિશનની પ્રવૃતિઓ પર રોક લગાવવા માટે પોલીસ સતર્ક બની છે. આ ઝુંબેશ અંતર્ગત તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કોર્ડ દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે.


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
ઘટનાની વિગત
એલ.સી.બી. વ્યારાના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર (નંબર GJ-08-CC-5529) માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વ્યારા તરફ લાવવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે વ્યારા ટીચકપુરા બાયપાસ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઉભી રાખી ન હતી અને પૂરઝડપે હંકારી ગયો હતો. પોલીસે પીછો કરતા ચાલક સર્વિસ રોડ પર ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલ
પોલીસે ક્રેટા કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૧૯૨૦ નાની બાટલીઓ મળી આવી હતી.
દારૂની કિંમત: ₹૫,૮૮,૦૦૦/-
ક્રેટા કારની કિંમત: ₹૮,૦૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: ₹૧૩,૮૮,૦૦૦/-
પોલીસ કાર્યવાહી
આ મામલે પોલીસે નાસી જનાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. શ્રી ડી.એસ.ગોહિલ, શ્રી એન.જી.પાંચાણી, અને સાયબર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી જે.બી.આહીર સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા.



