ઓપરેશન મ્યુલ હંટ: તાપી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ
તાપી, ગુજરાત: તાપી જિલ્લા પોલીસ દ્વારા "ઓપરેશન મ્યુલ હંટ (OPERATION MULE HUNT)" હેઠળ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે કમિશન પર બેંક એકાઉન્ટ પૂરા પાડતી એક ટોળકીના કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત તાપી પોલીસે અન્ય બે સાયબર ક્રાઇમના ગુનાઓ પણ શોધી કાઢ્યા છે.


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
કરોડનું ટ્રાન્ઝેક્શન ધરાવતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ જપ્ત
આ કાર્યવાહી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અંગત માર્ગદર્શન હેઠળ સુરત વિભાગના પોલીસ મહાનિરિક્ષક શ્રી પ્રેમવીર સિંહ અને તાપી પોલીસ અધિક્ષક શ્રી જે.એન.દેસાઈની સૂચનાથી તાપી-વ્યારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી જે.બી.આહિરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મળેલા મ્યુલ બેંક એકાઉન્ટ્સની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
એક ICICI બેંક મ્યુલ એકાઉન્ટ મળી આવ્યું, જેમાં ૧,૪૫,૦૦,૦૦૦/- (એક કરોડ ૪૫ લાખ) થી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને દેશભરમાંથી ૩ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હતી.
બીજું ICICI કરન્ટ બેંક એકાઉન્ટ પણ સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલું જણાયું, જેમાં છેલ્લા એક વર્ષમાં ૧,૩૩,૦૦,૦૦૦/- (એક કરોડ ૩૩ લાખ) થી વધુ રકમ જમા થઈને ઉપાડી લેવાઈ હતી. આ એકાઉન્ટ વિરુદ્ધ ૧૫ જેટલી ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે.
આ ગુનાઓ બદલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ અને આઈ.ટી. એક્ટ-૨૦૦૦ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓ અને તેમની કાર્યપદ્ધતિ (M.O.)
પોલીસે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરનાર નીચેના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:
| નં. | આરોપીનું નામ | ભૂમિકા / કાર્યપદ્ધતિ (M.O.) |
|—|—|—|
| ૧ | વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત (ઉ.વ. ૨૪, સોનગઢ) | કરન્ટ એકાઉન્ટ ભાડે આપનાર: પોતાના ધંધાના નામે ખોલાવેલ ICICI કરન્ટ બેંક એકાઉન્ટનો ઉપયોગ આર્થિક ફાયદાની લાલચે ૨૦% કમિશનથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા ભાડે આપ્યો. (૩ ફરિયાદો નોંધાયેલ) |
| ૨ | નિસર્ગ અનિલભાઈ ગામીત (ઉ.વ. ૩૧, સોનગઢ) | એકાઉન્ટ એજન્ટ: સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખરીદનાર એજન્ટોના સંપર્કમાં રહી, પોતાના તથા અન્યોના કરન્ટ બેંક એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડ માટે ભાડે આપ્યા. (૧૫ ફરિયાદો નોંધાયેલ) |
| ૩ | જહોનસન હિરાભાઈ ગામીત (ઉ.વ. ૩૫, સોનગઢ/સુરત) | મધ્યસ્થી (મિડલમેન): અલગ-અલગ એકાઉન્ટ હોલ્ડરોને રાજ્ય બહાર લઈ જઈ, તેમના બેંક એકાઉન્ટની કીટ અને સિમકાર્ડ વોન્ટેડ આરોપીઓને પૂરા પાડતો અને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી પોતાનું કમિશન રાખતો. |
આરોપીઓની પૂછપરછમાં તેમની સંડોવણી આંતર-રાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકી સાથે હોવાનું જાણવા મળ્યું છે અને આ બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે.
ડિટેક્ટ થયેલ અન્ય ગુનાઓ
આ ઓપરેશનથી નીચેના બે સાયબર ક્રાઇમના ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે:
અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનનો ગુનો.
હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગુનો.



