Breaking NewsGujaratOtherતાપી

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32 લાખ 37 હજાર ગ્રાહકોની વીજળી ડુલ

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32 લાખ 37 હજાર ગ્રાહકોની વીજળી ડુલ

ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ

ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે

ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના, ટ્રેનો પણ થંભી જશે

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાઈ છે. ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3461 ગામોના 32 લાખ 37 હજાર લોકો વીજ વિહોણા બન્યા છે.

ગરમીના આરંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઉભું થયું છે. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જતા વીજળી વેરણ બની છે. જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3461 ગામોમાં આપતો વીજ પુરવઠો થંભી ગયો છે.

ભરૂચ DGVCL ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ છે. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો છે.

પાવર રિસ્ટોર કરતા 5 કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ઉધોગો વીજ વિહોણા બની ગયા છે.

પાવર ઠપ થતા ટ્રેન વ્યવહાર પણ અટકી શકે છે. ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુકલાજીએ માહિતી આપી છે કે, રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર નહિ થવા દે. ગુડ્ઝ ટ્રેનનું સંચાલન અટકાવવામાં આવશે.

જોકે વીજ કંપની પાવર ઠપ થવામાં ટ્રેનો કઈ રીતે દોડી શકશે તેના પર સવાલ ઉઠાવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button