શિશુ ગુર્જરી તેમજ વિદ્યા ગુર્જરી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો.


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
શિશુ ગુર્જરી તેમજ વિદ્યા ગુર્જરી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો.
શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક અને વિદ્યા ગુર્જરી પ્રાથમિક-માધ્યમિક શાળામાં વાર્ષિક સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને શ્રી જગદીશભાઇ શાહ (U.S.A.) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી મહેશભાઈ આઈ. પટેલ, મયુરભાઈ કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી જયભાઇ વ્યાસે શ્રી જગદીશભાઈ કાંતિલાલ શાહનો પરિચય આપતા તેમનો સરળ અને નિખાલસ સ્વભાવથી સૌને માહિતગાર કર્યા હતા. તેઓ અમેરિકા રહેતા હોવા છતાં વ્યારા પ્રત્યેનો લગાવ ભારોભાર છે. શ્રી મહેશભાઇ આઈ. પટેલ તેમજ મયુરભાઈ શાહના વરદહસ્તે બાળકોને ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી મયુરભાઈ કે. શાહે પોતાના ઉદબોધનમાં તેમની આગવી છટાથી બાળકોને પ્રફુલ્લિત કરી સૌ બાળકોના હ્રદય જીતી લીધા હતા અને સૌને રમત-ગમત તેમજ અભ્યાસેત્તર પ્રવૃતિમાં ઈનામ પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. શ્રી જગદીશભાઇ કે. શાહે શાળાના ભોજનલાય માટે ૨૫ હજાર રૂપિયા તેમજ શ્રી મહેશભાઇ આઈ. પટેલ(USA) ૫૧ હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. સંસ્થાના મંત્રીશ્રી નિખિલભાઈ આર. શાહે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શિરીષભાઈ પ્રધાન, ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ડી. શાહ, શ્રી કેયૂરભાઈ જે. શાહ, શ્રી ચિરાગભાઈ પી. કોઠારી તથા સંસ્થાના શુભેચ્છક શ્રી કશ્યપભાઈ શાહ, શ્રી હિતેનભાઇ શાહ તથા શ્રી ધવલભાઈ ટેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



