GujaratGujarat newsNorth GujaratSouth Gujaratતાપી

સુરત: NDPSના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો, એસ.ઓ.જી. શાખાની સફળ કામગીરી

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત

સુરત શહેર એસ.ઓ.જી. શાખા, સુરત વિભાગની પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગની સૂચના મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગંભીર ગુનાઓ તેમજ વૉન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવના ભાગરૂપે, એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે.ત્રિવેદી અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે કામગીરી હાથ ધરી હતી. બાતમીના આધારે, NDPS કેસમાં વોન્ટેડ જાહેર થયેલા આરોપી શૈલેષભાઈ સુમનભાઈ સભાયા (ઉ.વ. ૪૫, રહે. સારોલી, સુરત)ને માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ આરોપી માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ હેઠળના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો. તે પોતાની ઓળખ છુપાવીને ફરતો હતો અને પોલીસની પકડથી બચવાનો પ્રયાસ કરતો હતો.

એસ.ઓ.જી.ની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી માટે તેને માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

આ સફળ કામગીરી એસ.ઓ.જી. શાખાના નાયબ પોલીસ કમિશનર શ્રી એસ.બી.ગાયકવાડ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી.એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે.ત્રિવેદી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એચ.આહીર અને શ્રી બી.એચ.પાલ સહિતની ટીમે પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button