તાપી એસ.ઓ.જી. દ્વારા ઉચ્છલ પોલીસ સ્ટેશનના EXPLOSIVE ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ અને તાપી-વ્યારાના પોલીસ અધિક્ષક શ્રી. જે.એન. દેસાઈ સાહેબની સૂચના મુજબ, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને ગુનાઓ ડિટેક્ટ કરવા માટે કડક કાર્યવાહીના ભાગરૂપે, તાપી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
એસ.ઓ.જી. શાખા તાપીના પોલીસ ઇન્સ્પેકટર કે.જી. લીંબાચીયાના સીધા માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. સ્ટાફના અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ (બ.નં-૬૮૪), અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ (બ.નં.૬૬૩) અને આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ (બ.નં.૫૦૬) નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા.
આ દરમિયાન, અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ અને આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૫૦૯૩૮/૨૦૨૫, જેમાં બી.એન.એસ.ની કલમ ૨૮૮, ૫૪, સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૪, ૫, ૬ તથા સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૫, ૯(૧)બી, ૧૨ મુજબના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી જયંતીભાઈ ગોવિંદભાઇ ગામીત (રહેવાસી: મસાનપાડા બસ સ્ટોપ ફળીયું, તા. સોનગઢ, જી. તાપી) પાંખરી બસ સ્ટેશન, તા. ઉચ્છલ, જી. તાપી પાસે ઊભેલો છે.
બાતમીના આધારે, એસ.ઓ.જી.ની ટીમે તુરંત કાર્યવાહી કરી અને વોન્ટેડ આરોપી જયંતીભાઈ ગોવિંદભાઇ ગામીત, ઉ.વ. ૩૩, (રહેવાસી: મસાનપાડા બસ સ્ટોપ ફળીયું, તા. સોનગઢ, જી. તાપી) ને તા. ૧૬/૧૦/૨૦૨૫ ના કલાક ૧૫:૪૫ વાગ્યે ઝડપી પાડ્યો હતો. આરોપીની B.N.S.S. કલમ ૩૫ (૧) જે મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:
પોલીસ ઇન્સ્પેકટર કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. શાખાના માર્ગદર્શન મુજબ અ.હે.કો શરદભાઇ સુરજીભાઇ (બ.નં-૬૮૪), અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ (બ.નં.૬૬૩) તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ (બ.નં.૫૦૬) દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે.



