“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પી.એમ. શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
નેત્રંગ, : “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ પી.એમ. શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વડાપ્રધાન દ્વારા ગાંધીનગરથી પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને શરૂ કરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને માતાના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરીને તેના જતનનો સંકલ્પ લેવાનો છે. આ અભિયાનમાં ગુજરાતભરમાંથી મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો જોડાઈ રહ્યા છે.
આ જ કડીમાં, પી.એમ. શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ આ અભિયાનમાં જોડાઈને શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી માધવસિંહ વસાવા અને શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પહેલથી બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ કેળવાશે.



