તાપી જિલ્લા સેવા સદનમાં પોપ ફ્રાન્સિસના નિધન પર રાષ્ટ્રીય શોક


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી, ૨૨ મે, ૨૦૨૫: રોમન કેથોલિક ચર્ચના વડા, પોપ ફ્રાન્સિસના નિધન પર સમગ્ર વિશ્વમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધન પર ભારતમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ શોકના ભાગરૂપે, આજે તાપી જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો.
પોપ ફ્રાન્સિસના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના અંતિમ સંસ્કારના દિવસે પણ એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે.
રાજકીય શોકના સમયગાળા દરમિયાન, દેશભરની સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે, અને કોઈ પણ પ્રકારના સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.



