Dy.S.P.ની આકસ્મિક વિઝીટમાં મહારાષ્ટ્રની બસમાં થતી દારૂની હેરાફેરી પકડાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
Dy.S.P.ની આકસ્મિક વિઝીટમાં મહારાષ્ટ્રની બસમાં થતી દારૂની હેરાફેરી પકડાઈ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: લોકસભા ચૂંટણીને પગલે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન મુજબ ડાંગ જિલ્લામાં 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત છે. જે ચેકપોસ્ટોની વિઝીટ માટે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ નિકળ્યા હતા. અને સાપુતારા પોલીસ ચેકપોસ્ટ ઉપર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જે દરમ્યાન પો.સ.ઈ. એન.ઝેડ.ભોયા તથા પો.સ.ઈ. એલ.એમ.ચૌધરી તથા સ્ટાફના માણસો ચેકીંગમાં હતા. તે દરમ્યાન મહારાષ્ટ્રની એસ.ટી.બસ નંબર MH-14-KQ-4252 આવતા તેને ઉભી રાખી ચેક કરતા શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ દત્તારામ દેઠે (ઉ.વ.39 રહે.શ્યામનગર-04, સેવન્થ ડે સ્કુલની પાછળ વિજલપોર) પાસે એક થેલો અને એક કોથળામાં વિદેશી દારૂની 15 બોટલો તથા કરંસ કાસ્ટલે વોડકાની 1 લીટરની ટોટલ-09 બોટલો મળી આવતા પોલીસે ધરપકડ કરી વધુ આગળની તપાસ સાપુતારા પી.એસ.આઈ. ભોયાએ હાથ ધરી છે.



