સાપુતારા લેકવ્યુ હોટલમાં નવ વર્ષથી ઇલેક્ટ્રીશ્યનની નોકરી કરતો યુવકની બાઈક ચોરાઈ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા લેકવ્યુ હોટલમાં નવ વર્ષથી ઇલેક્ટ્રીશ્યનની નોકરી કરતો યુવકની બાઈક ચોરાઈ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા લેકવ્યુ હોટલમાં ડાંગના નિંબારપાડા ગામનો યુવક દિનેશભાઈ છેલ્લા નવેક વર્ષથી ઇલેક્ટ્રીશ્યનની નોકરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો છે. દરરોજની જેમ તા: 16/08/2024 ના રોજ પોતાના ગામથી નોકરી કરતા સ્થળે નોકરી માટે પોતાની માલિકીની GJ-30-B- 8720 મોટરસાઈકલ પર જવા નીકળેલ હતો. અને નોકરીના સ્થળે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. પોતાની માલિકીની મોટરસાઈકલ લેકવ્યુ હોટલ સાપુતારાના ગેટની બહાર પાર્ક કરી યુવક નોકરી માટે હોટલની અંદર ગયો હતો. યુવક આશરે સાંજનાં સમયે ૭:૩૦ વાગ્યાના આસપાસ મોટરસાઈકલ જોવા માટે મુકેલ જગ્યા પર ગયો હતો. પરંતુ મોટરસાઈકલ ન મળતા યુવકે શોધખોળ કરી હતી. પોતાની માલિકીની મોટરસાઈકલ ન મળતા યુવકે તા:19/08/2024 ના રોજ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.



