૧૮ વર્ષની મંદબુદ્ધિની યુવતી પર ૫૫ વર્ષના આધેડનો બળાત્કાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
૧૮ વર્ષની મંદબુદ્ધિની યુવતી પર ૫૫ વર્ષના આધેડનો બળાત્કાર:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક ગામમાં રહેતી ૧૮ વર્ષની મંદબુદ્ધિની યુવતી ઘરે એકલી હતી ત્યારે સુંદા ગામે રહેતો શાંતારામ રાવજીભાઈ સૂર્યવંશી (ઉ.વ.૫૫) યુવતીના ઘરે ગયો હતો. યુવતીને ઘરમાં એકલી જોઇ હવસાનો કીડો સળવળતા ઘરના પાછળના ભાગની ખુલ્લી પજારીમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન પાડોશમાં રહેતી એક મહિલા તેના ઘરની બહાર નીકળતા તેની નજર પડતા તેણે બૂમાબૂમ કરી દીધી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવતા શાંતારામની ચુંગલમાંથી મંદબુદ્ધિની યુવતીને છોડાવી હતી. બનાવ અંગે આહવા પોલીસમાં યુવતીના પિતાએ હવસખોર શાંતારામ સૂર્યવંશી સામે ગુનો નોંધાવતા આહવાના પી.એસ.આઈ. એ.એચ. પટેલે ગુનો નોંધી તેની ધરપકડના ચર્કો ગતિમાન કર્યા હતા.



