વઘઈ તાલુકાની લવારીયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી PSE ની પરીક્ષામાં તાલુકાએ પ્રથમ ક્રમે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ તાલુકાની લવારીયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી PSE ની પરીક્ષામાં તાલુકાએ પ્રથમ ક્રમે
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પણ તેમજ સરકારી શાળાના બાળકોમાં પણ પ્રતિભાની કોઈ ખોટ નથી એનું ઉત્તમ ઉદાહરણ હાલ લવારિયાની પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે.
તાજેતરમાં લેવાયેલ PSE પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ લવારિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નીતિનકુમાર બીપીનભાઈ જાદવે સમગ્ર તાલુકામાં પ્રથમ અને ડાંગ જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર તાલુકા તથા જિલ્લામાં નામ રોશન કર્યું હતું. જેના પરિણામે વિદ્યાર્થીના પરિવાર તથા સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ વિદ્યાર્થી નીતિનકુમારને સૌએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.



