GujaratGujarat newsNorth GujaratSouth Gujaratતાપી

AAPની કિસાન મહાપંચાયત: સોનગઢ ખાતે હજારો ખેડૂતો ઉમટ્યા; ભાજપ પર આકરા પ્રહાર

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત

તાપી: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે ખેડૂતોના દેવા માફી, આદિવાસી વિસ્તારોમાં લોકોના અધિકારો અને ન્યાય સહિત 10 અલગ-અલગ માંગોને લઈને એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સહિત તમામ સમાજના ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા, જેણે આવનારી ચૂંટણીઓમાં પરિવર્તનના સંકેત આપ્યા છે.

નેતાઓની હાજરી અને આકરા પ્રહારો

આ કિસાન મહાપંચાયતમાં ડેડીયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારી, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત પ્રદેશના અનેક AAP નેતાઓએ હાજરી આપી હતી.

ચૈતર વસાવાએ આકરો હુંકાર કરતાં જણાવ્યું કે, “હું ઉદ્યોગપતિઓની સરકારને કહેવા માગું છું કે 2027ની ચૂંટણીમાં જગતના તાત એવા ખેડૂતો ભાજપની સરકારને ઉખાડી ફેંકશે.” તેમણે ભાજપ પર અદાણી-અંબાણીની સરકાર હોવાનો આરોપ લગાવ્યો અને ખેડૂતોના દેવા માફ ન કરવા અને જમીન જપ્ત કરવા બદલ ટીકા કરી.

તેમણે ચેતવણી આપી કે જો ભાજપ સરકાર આગામી દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધી અનુસૂચિ પાંચ (Schedule V) લાગુ નહીં કરે તો તેનો બદલો 2027ની વિધાનસભા ચૂંટણીમાં લેવામાં આવશે.

* વસાવાએ સ્થાનિક લોકોને થર્મલ પાવરમાં નોકરી ન અપાવા બદલ રોષ વ્યક્ત કર્યો અને ચેતવણી આપી કે જો નોકરી નહીં મળે તો થર્મલ પાવર બંધ કરવા માટે પણ તૈયાર રહેજો.

મનોજ સોરઠીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, “સત્તામાં બેસેલી ભાજપે ગુજરાતના લોકોને લૂંટવા સિવાય કોઈ કામ નથી કર્યું.” તેમણે ભાજપને ખેતી, ખેડૂત અને ગામડા વિરોધી નીતિ ધરાવતી પાર્ટી ગણાવી.

તેમણે ઉમેર્યું કે જ્યારથી ગુજરાતમાં AAPનું નેતૃત્વ ઊભું થયું છે, ત્યારથી ભાજપને પરસેવો છૂટી રહ્યો છે અને બે-બે વાર જેલમાં જઈને આવેલા ચૈતર વસાવા મજબૂતીથી ભાજપની સામે ઊભા છે.

જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ ભાજપ પર તીખો પ્રહાર કરતાં **”ભાજપ એટલે કડદો”**નું સૂત્ર આપ્યું.

તેમણે કહ્યું કે ભાજપ માત્ર ખેડૂતોનો જ નહીં પણ લોકશાહીનો પણ કડદો કરે છે.

તેમણે AAP કાર્યકરોને આહ્વાન કર્યું કે, “ભાજપના દરેક કડદાને ઘરે ઘરે પહોંચાડીશું” જેથી ગુજરાતમાં પરિવર્તન આવી શકે.

આદિવાસી વિસ્તારોના મુદ્દાઓ પર ભાર

ધારાસભ્ય ચૈતર વસાવાએ 1972માં ઉકાઈ જળાશયના નિર્માણ સમયે થયેલા વિસ્થાપન અને તાજેતરમાં વેદાંત કંપની સાથેના MOU રદ કરાવવા માટેની લડતનો ઉલ્લેખ કર્યો. તેમણે વ્યારામાં સુગર મિલ ખેડૂતોના પૈસા ખાઈ જઈને વેચી દેવા અને હોસ્પિટલને ખાનગી કંપનીને સોંપવા જેવા મુદ્દાઓ પર પણ ભાજપ સરકારની ટીકા કરી.

આ રેલી અને મહાપંચાયતમાં મળેલો જબરદસ્ત જનસમર્થન સૂચવે છે કે AAP આગામી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button