ખેડૂત શિબિર: જૈવિક ખેતી અપનાવવા અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળનો અનુરોધ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી જિલ્લાના રામપુરા ગામમાં અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. દૂધીબા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે યોજાનારી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના ખેડૂતોને જૈવિક (પ્રાકૃતિક) ખેતી અંગેનું જ્ઞાન આપવાનો અને તેમને આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
આ શિબિર તા. ૦૧-૦૬-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૨.૩૦ થી ૫.૦૦ કલાકે દૂધીબા સરસ્વતી વિદ્યા મંદિર, રામપુરા નજીક, તા. વ્યારા, જિ. તાપી ખાતે યોજાશે.
શિબિરમાં કૃષિ નિષ્ણાતો અને તજજ્ઞો, જેમાં શ્રી નિતિનભાઈ ગામીત (નાયબ ખેતી નિયામકશ્રી) અને શ્રી તુષારભાઈ ગામીત (જિલ્લા ખેતીવાડી અધિકારી) ઉપરાંત અન્ય કૃષિ નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેશે. તેઓ ખેડૂત મિત્રોને જૈવિક (પ્રાકૃતિક) ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપશે અને ખેતીપાકોને લગતા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.
અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ દ્વારા ખેડૂતો, મહિલા ખેડૂતો અને યુવા ખેડૂત મિત્રોને આ શિબિરમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. આ શિબિર ખેડૂતો માટે જૈવિક ખેતીના ફાયદાઓ અને પદ્ધતિઓ વિશે જાણવા માટે એક ઉત્તમ તક પૂરી પાડશે.



