કુકારમુંડા પોલીસે ₹23.34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો, ચાલક ફરાર


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તપાસી: કુકારમુંડા પોલીસે ₹23 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો, એક વોન્ટેડ
કુકારમુંડા, તાપી-વ્યારા: તાપી જિલ્લાના કુકારમુંડા પોલીસ સ્ટેશને ભારતીય બનાવટના પરપ્રાંત પ્રતિબંધીત ઈંગ્લીશ દારુ ભરેલી એક આઈસર ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં ₹23,34,400/-નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં ₹10,00,000/-ની કિંમતની આઈસર ગાડી (નંબર MH-18-BG-8851) અને ₹13,34,400/-ની કિંમતની 13,344 ઈંગ્લીશ દારુની બોટલોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રી પ્રેમવીર સિંગ, મે.પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ, સુરત અને શ્રી ઈશ્વરભાઈ પરમાર, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા દ્વારા જુગાર/પ્રોહીબીશન અંગેના ગુના શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, કુકારમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.કે.પટેલ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમિયાન, પો.ઇન્સ. શ્રી વી.કે.પટેલ અને તેમની ટીમ, જેમાં પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના સભ્યોનો સમાવેશ થતો હતો, તેઓ મટાવલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે, મહારાષ્ટ્ર રાજ્યના તલોદા તરફથી એક આઈસર ગાડી (નંબર MH-18-BG-8851) આવતી જોવા મળી, જેમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો હતો.
પોલીસને જોઈને આઈસર ટ્રકનો ચાલક ટ્રકમાંથી નીચે ઉતરીને રોડની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક અને તપાસમાં નીકળે આવેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ-65એ, ઇ, 98(2) મુજબ ગુનો નોંધી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બ્રાન્ડની બોટલો નંગ- 13,344, કિંમત ₹13,34,400/-
આઈસર ગાડી નંબર MH-18-BG-8851, કિંમત ₹10,00,000/-
કુલ મુદ્દામાલ: ₹23,34,400/-
વોન્ટેડ આરોપી:
આઈસર કંપનીના ટ્રક જેનો આર.ટી.ઓ. પાસીંગ નંબર MH-18 BG-8851નો અજાણ્યો વાહન ચાલક
તપાસ દરમિયાન મળી આવે તે વિગેરે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
વી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર
એ.એસ.આઈ. વિજયકુમાર કરશનભાઈ (બ.નં. 223)
અ.હેડ.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ (બ.નં. 338)
ગણેશભાઈ નારાયણભાઈ નુક્તે (રહે. તા. કુકારમુંડા, જી. તાપી)
મહેસવર. જે. સિંપી (રહે. કુકારમુંડા, તા. કુકારમુંડા, જી. તાપી)
પ્રભાકર બી. નુક્તે (રહે. કુકારમુંડા, તા. કુકારમુંડા, જી. તાપી)
બાપુ રામા ભોંય (રહે. કુકારમુંડા, તા. કુકારમુંડા, જી. તાપી)
આ સફળ કાર્યવાહી બદલ કુકારમુંડા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વધુ તપાસહાથ ધરવામાં આવી છે.



