સોનગઢ તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
સોનગઢ તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત વિભાગ, સોનગઢ દ્વારા, માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયતનાં સહયોગથી રસ્તાઓનું સમારકામ ઝડપથી ચાલી રહ્યું છે.
ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓ અને ધોવાણથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે વરસાદે વિરામ લેતા જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સમારકામમાં માટીકામ, ગ્રેડિંગ અને ડામર કામગીરીનો સમાવેશ થાય છે. તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, સોનગઢ દ્વારા ડામર પેચવર્ક અને રસ્તાઓનું મજબૂતીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ વાહનવ્યવહાર સરળ બનશે.
આ સમાચાર સોનગઢ તાલુકાના અનેક ગામો માટે રાહતરૂપ છે, જ્યાં ગામલોકોએ રસ્તાઓની ખરાબ હાલત અંગે ફરિયાદ કરી હતી.



