

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તન ભાઈ ગામીત
સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે આજે તાપી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાશે.
સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેસ ઠાકર બેઠકમાં ઉપસ્થિત રહેશે.
તાપી તા.૦૬* ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ ત્યાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજે તા. ૭/૩/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ અને શ્રી દક્ષેસ ઠાકરની ઉપસ્થિતીમાં તાપી કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાનર છે. જેમાં તાપી જીલ્લાના સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ,કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો નાગરિકો વિગેરે ઉપસ્થિત રહેશે.




