વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તન ભાઈ ગામીત
તાપી જિલા પોલીસ
પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરીક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરીકો માટે “રોલ મોડલ” બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી હોય, તેમજ ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખુબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતાં મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય અને ટ્રાફિક નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવે, તે ઉદ્દેશથી આવતા-જતાં અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારે હેલ્મેટ ફરજીયાત પહેરવા બાબતે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારા નાઓની સુચના આધારે તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ જીલ્લા તમામ સરકારી કચેરીના પ્રવેશદ્વાર ઉપર તાપી જીલ્લાના પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રીઓ, પો.ઇન્સ.શ્રી જીલ્લા ટ્રાફિક શાખા તેમના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર ખાતે જે કર્મચારી તથા અન્ય વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર ફરજ ઉપર આવે તેઓના વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ, સદર ડ્રાઇવ દરમ્યાન જીલ્લા સેવાસદનના પ્રવેશદ્વાર ખાતે તથા જીલ્લાની તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ તથા અન્ય વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવેલ, સદર ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી હાથ ધરી નીચે મુજબ કામગીરી કરવામાં આવેલ છે.




