ડાંગ જિલ્લાના યુવાનોને આર્મી (અગ્નિવીર) અને સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની તાલીમ અપાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના યુવાનોને આર્મી (અગ્નિવીર) અને સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની તાલીમ અપાશે:
સ્વામી વિવેકાનંદ લશ્કરી ભરતી પુર્વે વિના મુલ્યે નિવાસી તાલીમ યોજનામાં જોડાવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: આગામી યોજાનાર લશ્કરી ભરતી પુર્વે ૩૦ દિવસની નિવાસી તાલીમ માટે, ડાંગ જિલ્લાના ઉમેદવારો માટે ભરતી પૂર્વેના નિવાસી તાલીમ વર્ગનું આહવા ખાતે આયોજન કરાયું છે. જેમાં વિના મુલ્યે રહેવા અને જમવાની સુવિધા રાખવામાં આવી છે.
રસ ધરાવતા ૧૭.૫ થી ૨૩ વર્ષ સુધીની વયજૂથના, અને ધોરણ ૧૦ પાસ (૪૫ ટકાથી વધુ) અંગ્રેજી વિષય સાથે, કે તેથી વધુ લાયકાત ધરાવતા, તેમજ ૧૬૦૦ મીટર દોડ ૬ મિનિટમાં દોડી શકતા, ૧૬૮ સેમી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા (એસ.ટી. માટે ૧૬૨ સે.મી કે તેથી વધુ), તેમજ ૫૦ કિ.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી. છાતી ધરાવતા અપરિણિત પુરુષ ઉમેદવારોને, દિન-૧૫માં કચેરી સમય દરમિયાન, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા પંચાયત કચેરી સામે, આહવા-ડાંગ ખાતે નિયત નમૂનામાં અરજી ફોર્મ મેળવી લેવા જણાવાયું છે.
તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ પાસપોર્ટ ફોટા, એલ.સી, માર્કશીટ, જાતિનો દાખલો, ડોમિસાઇલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડની નકલ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહશે.
નિવાસી તાલીમમાં જોડાવા માટે ફોર્મ ભરવું ફરજીયાત હોઇ, ફોર્મ કચેરીએથી મેળવી લેવાનું રહેશે. જેની નોધ લઈ આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે ૦૨૬૨૩૧-૨૨૦૩૯૩ પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, આહવા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



