South Gujarat

વાંસદા નેશનલ પાર્કના ચૌશિંગાના શિકાર કેસમાં વધુ ૬ વ્યકિતઓની ધરપકડ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વાંસદા નેશનલ પાર્કના ચૌશિંગાના શિકાર કેસમાં વધુ ૬ વ્યકિતઓની ધરપકડ

દિનકર બંગાળ, વઘઈ: દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાના માર્ગદર્શન હેઠળ, બોટાનિકલ ગાર્ડનના મદદનીશ વન સંરક્ષક શ્રી નિલેશ પંડયા તથા વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક સુશ્રી અંતિકા તિવારીએ, ચૌશિંગાના શિકાર પ્રકરણમાં વધુ તપાસ કરતાં, ડુંગરડા ગામના વધુ ૬ ઇસમો (૧) જીગ્નેશ વસન ચૌધરી, (૨) કલ્યાણ મગન ચૌધરી, (૩) મનોજ સોમા પવાર, (૪) જયેશ મનસુ ચૌધરી, (૫) રમેશ શુક્કર ગાવિત, અને (૬) ભરત નરોતમ ચૌધરી, તમામ રહે. ડુંગરડા, તા.વઘઇ જિ.ડાંગની ધરપકડ કરી, ડુંગરડા ગામે તેઓના ઘરની ચકાસણી હાથ ધરી હતી.

આ કામે આરોપીઓની પુછપરછ કરી વન્યજીવ સંરક્ષણ ધારો-૧૯૭૨ની મુખ્ય કલમ-૯ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે. તેમ, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનના અધિક્ષકશ્રી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button