પી.એમ.શ્રી ઝાવડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પી.એમ.શ્રી ઝાવડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ:
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી આકર્ષણનુ કેન્દ્ર..
દિનકર બંગાળ, વઘઈ: વઘઈ તાલુકાના પી.એમ.શ્રી ઝાવડા પ્રાથમિક શાળામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઝાવડા પ્રાથમિક શાળામાં વિઘાર્થીઓનુ સર્વાંગી વિકાસ થાય તેવી દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને શિક્ષણ ક્ષેત્રે પણ PSE ની પરીક્ષા હોય કે પછી એકલવ્ય, નવોદયની પરીક્ષા હોય દરેક પરીક્ષાઓમાં શાળા મોખરે છે.
ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ મોટે ભાગે આદિવાસી હોય નાનપણથી જ આદિવાસી સંસ્કૃતિનું જતન થાય નવી પેઢીને તેનું જ્ઞાન થાય. આદિવાસીઓના સાહિત્યને પ્રોત્સાહન મળે અને આદિવાસીની મુળ સંસ્કૃતિ અને પહેરવેશ રિત રિવાજ અને આદિવાસીનો ઈતિહાસથી દરેક વિઘાર્થીઓ પરીચિત થાય, વિઘાર્થીઓ પોતાની સંસ્કૃતિ સમજે જાણે તે માટે વિઘાર્થીઓની સાથે તમામ શિક્ષકો પણ આદિવાસીનો પહેરવેશ પહેરી બાળકોને ઉત્તેજન આપ્યુ હતુ. સાથે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે આદિવાસી સંસ્કૃતિ ડો. બાબાસાહેબ આંબેડકર અને આદિવાસીના મસિહા એવા બીરસામુંડા વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી. આમ શાળામાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.



