ડાંગ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મિટિંગ આહવા ખાતે મળી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મિટિંગ આહવા ખાતે મળી:
આવનારી 60 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની વિચારધારા વાળા સરપંચો જીતશે અને એક જીલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેવો લેવાયો સંકલ્પ…
રામુ માહલા, ડાંગ: આજરોજ ડાંગ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મિટિંગ આહવા, વઘઈ, સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિ ના હાજરીમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુના અધ્યક્ષ સ્થાને અને વલસાડ-ડાંગ માજી સાંસદ શ્રી કિશાનભાઈ વી.પટેલ અને વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ની હાજરીમાં રાખવામાં આવી હતી. આહવા, વઘઈ, સુબીર તાલુકાની વિસ્તૃત કારોબારીની મિટિંગ આહવા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પટેલ ડાંગ જીલ્લા કોંગ્રેસ અગ્રણી, જીલ્લા, તાલુકાના હોદેદારો અને જીલ્લા, તાલુકા, ગ્રામપંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રી તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુએ જણાવ્યું હતું કે આહવા,વઘઈ, સુબીર તાલુકાના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓમાં જોશ-જુસ્સો જોઈ બીજા વિસ્તારના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધે છે. આ વખતે આહવા, વઘઈ, સુબીર તાલુકા પંચાયતની તમામ સીટો જીતીને તાલુકા પંચાયત પણ બનાવશે. આવનારા સમયમાં રાહુલ ગાંધી ડાંગ આવશે. એવુ અનંત પટેલે જણાવ્યું હતું કે હાલમાં વલસાડ-ડાંગ સાંસદ ની ચૂંટણી ડાંગજીલ્લા ખુબજ નજીવા અંતર એટલે 900 મતોથી પણ ઓછી લીડ ભાજપને મળેલ છે એનાથી સાબિત થાઈ છે. ડાંગ જીલ્લાના મતદારો પરિવર્તનના મૂડમાં છે જેથી આવનારી 60 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થાય અને 1 જીલ્લા પંચાયત ની પેટા ચૂંટણીની માં કોંગ્રેસ પક્ષની બેઠક નો ભવ્ય વિજય થાય એવી મહેનત કરવા જાણવવામાં આવ્યુ હતુ.



