લો.! બોલો..!! ગામમાં સંરપચ અને તલાટી કમ મંત્રી દ્વારા જ્યાં પગદંડીનો કે, કાચો રસ્તો પણ નથી, ત્યાં લાખો રૂપિયાનો નાળુ બનાવી દીધુ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
લો.! બોલો..!! ગામમાં સંરપચ અને તલાટી કમ મંત્રી દ્વારા જ્યાં પગદંડીનો કે, કાચો રસ્તો પણ નથી, ત્યાં લાખો રૂપિયાનો નાળુ બનાવી દીધુ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: દુનિયામાં અવનવા કિસ્સાઓ તો તમારા કાને તો પડીયા જ હશે. એવો જ એક અજીબો ગરીબ કિસ્સો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડીઆંબા ગ્રામ પંચાયતમાં બનવા પામ્યો છે.
મળતી માહીતી મુજબ ડાંગ જિલ્લાના વધઈ તાલુકાનાં દગડીઆંબા ગૃ૫ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બોરપાડા ગામે લોકોને જીવન જરૂરિયાતની સેવાઓ મળી રહે તેના માટે સરકાર પંચાયતને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતું સરપંચ અને તલાટી કમ મંત્રીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.
બોરપાડા ગામે એવો કિસ્સો બન્યો છે. કે, જ્યાં લોકોને જવા માટે કાચો રસ્તો કે, પગદંડી પણ નથી, તેવી જગ્યાએ સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા લાખો રૂપિયાનો નાળાનુ કામ પૂર્ણ કરી દીધુ છે.
હવે ડાંગ જિલ્લાના ગામોમાં ચર્ચાઓએ જોર પકડયું છે કે, એવા તો કેવો એન્જિનિયર હશે કે જે લાખો રૂપિયાનું નાળાનુ કામ પાસ કરી દીધું. શું? એવીજ હાલત ડાંગ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં જોવા મળતી હશે.



