ડાંગમાં આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશનમાં નવા કાયદા મુજબ ગુના નોંધાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશનમાં નવા કાયદા મુજબ ગુના નોંધાયા
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ભારત દેશમાં નવા ત્રણ કાયદાની અમલવારીના બીજા જ દિવસે ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયા છે. તા:૨/૭/૨૦૨૪ ના રોજ આહવા પોલીસ સ્ટેશને રાત્રીના સમયે ૦૭:૪૫ વાગે અને સાપુતારા પોલીસ સ્ટેશને ૦૭:૫૦ વાગીયાના સમયે પોલીસ સ્ટેશને ગુના નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે પોલીસ સ્ટેશનોમાં પાંચ મિનિટનાં સમય અંતરે એક જ દિવસે ડાંગ જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયાં છે.
મોટરસાયકલ ચાલક ભયજનક રીતે રાત્રીના સમયે મોટરસાયકલ હંકાવી અન્ય રાહદારીઓનો જીવ જોખમમાં મૂકી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧ મુજબ આહવા પોલીસ સ્ટેશને વિનેશભાઈ અ.હે.કો. એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે સાપુતારા પોલીસ સ્ટેશને સુનિલસિંહ અ.હે.કો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયાનાં માર્ગદર્શન હેઠળ ગુનો નોંધ્યો છે.



