ગંગપુર ખાતે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે શાળાના બાળકોને સિકલસેલ રોગ વિશે માહિતગાર કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગંગપુર ખાતે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે શાળાના બાળકોને સિકલસેલ રોગ વિશે માહિતગાર કરાયા:
કમલેશ ગાંવિત, વાંસદા : આજરોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપૂર ખાતે વિશ્વ સીકલસેલ દિવસ નિમિત્તે ગંગપુર ખાતે મોબાઈલ ફરતા દવાખાનાના ડો. શ્રી કનેયાલાલ પટેલ તેમજ ડૉ. દીક્ષાબેન પટેલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને તેમજ વિદ્યાર્થીનીઓને સીકલસેલ રોગ વિશે જરૂરી માહિતી આપી. બાળકોને રોગ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેની ખુબ સરસ સચોટ માહિતી આપી હતી.
સીકલસેલ એનિમિયાએ વારસાગત રોગ છે. તેમજ એ લોહીની ખામીના લીધે થાય છે. સીકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસૂત્રોને લીધે માં- બાપના કારણે બાળકો પણ આ રોગ જોવા મળે છે. આ રોગ મોટે ભાગે આદિજાતિ વિસ્તારમાં વધુ જોવા મળે છે. સીકલસેલ રોગ બે પ્રકારના છે. સીકલસેલ વાહક 50 % તેમજ સીકલસેલ ડીસીઝ 100% આ રોગના લક્ષણો શરીર ફીકું પડી જવું, વારંવાર તાવ આવવો, બરોળ મોટી થવી તેમજ પગના સાંધામાં સોજા આવવા તેના લક્ષણો છે. સીકલ દર્દીઓએ ખુબ પાણી પીવું જોઈએ. ફોલિક એસિડ ગોળીનું નિત્ય દરરોજ લેવી જોઈએ. તેમજ લીલા શાકભાજીનો ઊપયોગ કરવો. તથા સમતોલ આહાર લેવો જોઈએ. ઠંડીમાં મફલર પહેરવું તેમજ નિયમિત ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ. આવા દર્દીઓએ વધુ પડતું શારીરિક કસરતો તેમજ શારીરિક શ્રમ ઓછો કરવો તેમજ વધુ પડતું ઊંચાઈએ જવું જોઈએ નહિ. દર વર્ષે તારીખ 19 જુને વિશ્વ સીકલસેલ દિવસ તરીકે ઊજવણી કરવામાં આવે છે તેની ઊજવણીના ભાગ રૂપે ભારત સેવાશ્રમ સંઘ ગગપુર ખાતે ઉજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ, સંસ્થાના શ્રી નિમીષભાઈ વ્યાસ, શાળાનાં ડાયરેકટર શ્રી કિશોરભાઈ પટેલ તેમજ સંસ્થાના શ્રી ભાવેશભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી મણીલાલ પટેલ, પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી હિમ્મતભાઈ ચૌહાણ તેમજ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.



