પીપલખેડ ગામ ખાતે વડાપ્રધાન આવાસ યોજના લોકાર્પણ અંતર્ગત સમાંતર કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદાના પીપલખેડ ગામ ખાતે વડાપ્રધાન આવાસ યોજના લોકાર્પણ અંતર્ગત સમાંતર કાર્યક્રમ યોજાયો:
“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબના વરદ્દસ્તે રાજ્યભરમાં કુલ ૨૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ૨૨૩૪૫ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાંસદા : પીપલખેડ ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ )હેઠળ સમગ્ર રાજ્યમાં લોકાર્પણ અંતર્ગત વાંસદા તાલુકા ના પીપલખેડ ગામ ખાતે સમાંતર કાર્યક્રમ પીપલખેડ પ્રાથમિક શાળા માં સવારે પ્રભાતફેરી, યોગ, સમૂહ સફાઈ, રંગોળી, વ્રુક્ષારોપણ , આઈ. સી. ડી.એસ આંગણવાડી દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

ગામના લાભાર્થી શ્રીમતી છનીબેન લલ્લુભાઇ અને પ્રતાપભાઈ કલુભાઈ ને પ્રધાનમંત્રી આવાસ નું લોકાર્પણ તાલુકા પંચાયત વાંસદાના ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ ભોયા,જિલ્લા સંગઠનના મહામંત્રી ગણપતભાઈ માહલા, તાલુકા સંગઠનના ખજાનચી કમલેશભાઈ માહલા ના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે આરોગ્ય વિભાગદ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અલ્વીનાબેન, શાળાના સ્ટાફ, બાળકો, ગ્રામજનો, લાઈઝન કર્મચારી સરોજબેન માહલા, શ્રી સોલંકીએ સુંદર મોનીટરીંગ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.



