તાપી S.O.G. ની કાર્યવાહી: ગાંજા સાથે એક મહિલા ઝડપાઈ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
તાપી એસ.ઓ.જી. ટીમે નાર્કોટિક્સ પદાર્થ ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી તા. ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી.
ઘટનાની વિગત
પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગ, સુરત, શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, અને પોલીસ અધિક્ષક તાપી-વ્યારા, શ્રી જે.એન.દેસાઇ સાહેબના આદેશો અનુસાર એસ.ઓ.જી.ના ચાર્ટરને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એસ.ઓ.જી. તાપીના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી કે.જી. લીંબાચીયાના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઈ. એન.પી. ગરાસીયાને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
વ્યારા, મગદુમ નગર (મહાદેવ નગર) ખાતે રહેતા ચંદાબેન સુકલાલ જાધવ, ઉ.વ. ૬૪, ના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
જપ્ત થયેલા ગાંજાનું કુલ વજન ૩૪૮ ગ્રામ છે, જેની કિંમત રૂ. ૧૭,૪૦૦/- આંકવામાં આવી છે.
અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૨૩,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી
પકડાયેલ આરોપી:
ચંદાબેન સુકલાલ જાધવ (રહે. વ્યારા મગદુમ નગર (મહાદેવ નગર), તા. વ્યારા, જી. તાપી).
ગાંજો આપનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં બી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૫૨૪૩૪/૨૦૨૫ મુજબ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિઝ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ સફળ કામગીરીમાં નીચેના અધિકારીઓ/કર્મચારીઓ જોડાયેલા હતા:
પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. તાપી
પો.સ.ઇશ્રી. એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી. તાપી
એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, એસ.ઓ.જી. તાપી
આ.હે.કો. રાજેશભાઇ જુલીયાભાઇ, એસ.ઓ.જી. તાપી
અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, એસ.ઓ.જી. તાપી
અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, એસ.ઓ.જી. તાપી
અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ, એસ.ઓ.જી. તાપી
અ.હે.કો. કૃતિકાબેન પ્રવીણભાઈ, એસ.ઓ.જી. તાપી
આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ, એસ.ઓ.જી. તાપી



