સાવર કસાડ ગામ ખાતે આવેલ BSNL ટાવર શોભાના ગાંઠીયા સમાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાવર કસાડ ગામ ખાતે આવેલ BSNL ટાવર શોભાના ગાંઠીયા સમાન:
સુબીર તાલુકાના સાવર કસાડ ગામ ખાતે આવેલ BSNL ટાવર શોભાના ગાંઠીયા સમાન જ્યાં 4Gના નેટવર્કથી લોકો પરેશાન..!, 4G ના ઉપકરણો લાગી ગયા પણ ચાલુ કરવાવાળું કોઈ નથી..!
રામુ માહલા, ડાંગ: સમગ્ર ડાંગ જિલ્લાની અંદર BSNL નેટવર્ક માટે ટાવર ઉભા કરી ઉપકરણ લાગી ગયાં પણ ચાલું કરવાવાળું કોઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર સુબીર તાલુકાનાં સાવરદા કસાડ ગામે છેલ્લાં ૧૦ થી ૧૫ દિવસ BSNLનેટવર્ક બંધ હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. ઘણી વાર રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ ધ્યાને લેતું નથી. જ્યાં મહાલ ખાતે એક ટુરિઝમ એરિયા , એકલવ્ય મોડેલ સ્કૂલ, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યાં ઓનલાઇન કામ માટે 5 km દૂર JIO ના નેટવર્કમાં જવું પડે છે, ટાવર નં હતો ત્યારે પણ JIO ના નેટવર્કમાં જઈને કામ થતું હતું, હાલમાં BSNL ટાવરની સુવિધા છે તેમ છતાં JIO ના નેટવર્કમાં જ જવું પડે છે..! 4G ક્યારે ચાલુ થશે તેની કોઈ ગેરંટી નથી..? કારણ કે BSNL મેનેજમેન્ટ કરતા અધિકારીઓ ભર નિંદ્રામાં છે..!
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ સાવરદા કસાડ ગામેં (મહાલ, ઢોંગીઆંબા, લહાન કસાડ, મોટી કસાડ, ) ના જાગૃત યુવાનોએ મોબાઈલ ટાવર ની માંગણી માટે સરકારને આવેદનપત્ર આપ્યું હતું. જેનીનોંધ લઈ સરકાર દ્વારા BSNL ટાવર ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ આજે ડિજિટલ જમાનામાં પણ ઉપરોક્ત BSNL ટાવર 4G નેટવર્કથી સજ્જ..! જ્યાં jio, Vi ના મોબાઈલ ટાવરો છે ત્યાં લોકો ( 5G નેટવર્ક) નો લાભ લઈ રહ્યાં છે અને અહીં લોકો હજુ પણ નેટવર્કથી વંચિત છે..!
કોઈપણ પ્રકારની ઓનલાઇન કામગીરી થઈ શકતી નથી જેથી લોકો પરેશાન નો સામનો કરી રહયા છે.
લ્યો બોલો.. 2માસ દિવસ પહેલા જ ઉપરોક્ત મોબાઈલ ટાવર માં 4G ઉપકરણ ના સાધનો ફિટ કરવામાં આવ્યા છે પણ હજુ સુધી 4G નેટવર્ક પકડતું નથી..? ડાંગ જિલ્લામાં BSNL મોબાઈલ ટાવર નું મેનેજમેન્ટ કરનાર અધિકારીઓ પોતાની ઓફિસે 4G,5G નો લાભ લઈ રહ્યાં છે પરંતુ ગામડાના લોકો માટે સુવિધાઓ પુરી પાડવામાં ખૂબ બેદરકારી રાખી છે.
જો 4G ના ઉપકરણો BSNL ટાવરમાં લગાવી દિધા હોય તો 2 માસ દિવસ પછી પણ કેમ 4G નથી પકડતું તેવાં સામાન્ય સવાલો ઉત્પન્ન થાય છે, BSNL મેનેજમેન્ટ આળસ ખંખેરી નાંખે અને લોકોને સુવિધા પુરી પાડવા કામ કરે એવી લોકમાંગ ઉઠી છે.



