આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સાથે નેશનલ હાઈવે-૫૬ ના અસરગ્રસ્ત ખેડૂતોએ બેઠક યોજી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના પ્રતિનિધિઓ સાથે પ્રોજેક્ટ “નેશનલ હાઈવે-૫૬” ના માંડવી વિભાગ ના અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ એ બેઠક યોજી હતી,

સુરત: માંડવી તાલુકામાં થી પસાર થનાર નેશનલ હાઈવે ૫૬ ના નામે આદિવાસી ખેડૂતોની જમીનો સંપાદિત કરવાની પ્રક્રિયા સામે આજ રોજ માંડવી સરકીટ હાઉસ ખાતે આદિવાસી ખેડૂત પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી આજની મહત્વપૂણ બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓની વાત સાંભળી ને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, તંત્ર કે અથોરીટી દ્વારા જમીન મેળવવા કરવી પડતી કાર્યવાહી તેમજ અસરગ્રસ્ત ખેડૂતો ની સંમતિ લેવા હેતુ આદિવાસી ખેડૂતો ને ન્યાયિક નોટિસ , વાંધા અરજી સુનવણી કે જાહેર સુનવણી થકી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રોજેક્ટ ની વિગત સુદ્ધાં જાહેર કરવામાં આવી નથી, તેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી,

આ બાબતે આવનાર દિવસોમાં આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ખેડૂતોના હકમાં તેમની લડતમાં ખભે ખભો મિલાવીને તેમની સાથે રહેશે તેવી ખાતરી આજરોજ ની મળેલી બેઠકમાં આપવામાં આવી હતી.
પત્રકાર: ફતેહ બેલીમ સુરત



