

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી જિલ્લામાં વાહનો માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન
તાપી, તા. ૨૪: તાપી જિલ્લાની એ.આર.ટી.ઓ. કચેરી, વ્યારા દ્વારા મોટરીંગ પબ્લિકની સુવિધા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગી તેમજ અન્ય જનરલ નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ ઓનલાઈન રી-ઓક્શનમાં ટુ-વ્હીલર માટે GJ-26- AA,AD,R,Q,S,AC,AF અને ફોર-વ્હીલર માટે GJ-26-AB,AE તેમજ ટ્રાન્સપોર્ટ વ્હિકલ્સ માટે GJ-26 T-U સિરિઝના નંબર ઉપલબ્ધ રહેશે.
આ રી-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.મહત્વની તારીખો:
ફોર્મ રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન: તા. ૨૭-૦૩-૨૦૨૫ સાંજે ૪:૦૦ વાગ્યાથી તા. ૨૯-૦૩-૨૦૨૫ સાંજે ૩:૫૯ વાગ્યા સુધી.
ઈ-ઓક્શનનું બિડીંગ શરૂ: તા. ૨૯-૦૩-૨૦૨૫ સાંજે ૪:૦૦ વાગ્યે.
ફોર્મ આર.ટી.ઓ. કચેરી વ્યારા ખાતે જમા કરાવવાની છેલ્લી તારીખ: તા. ૩૧-૦૩-૨૦૨૫ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી.
ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ વાહન ખરીદીના સાત દિવસમાં ઉપર દર્શાવેલ વેબસાઈટ પરથી સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે નિયત કરેલી બેઝ પ્રાઈસ ચૂકવવાની રહેશે. આ ઓનલાઈન ઓક્શન ડાયનેમિક પ્રક્રિયા રહેશે, જેમાં અરજદારે હરાજી દરમિયાન ઓનલાઈન ચેક કરીને વખતોવખત હરાજીની રકમમાં ૧૦૦૦ ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે.
હરાજી પૂર્ણ થયા બાદ બિડીંગમાં વધારેલી રકમની ઓનલાઈન ચુકવણી ૭ દિવસમાં કરવાની રહેશે. જો નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો તો મૂળ રકમ જપ્ત કરવામાં આવશે અને ફરીથી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.



