સાગબારા પોલીસે પાંચપીપરી ગામેથી રૂ. ૩૮,૪૦૦ના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
સાગબારા: નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલનાઓના માર્ગદર્શન હેઠળ, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સાગબારા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, પોલીસ ઇન્સ્પેક્ટર સી.ડી. પટેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે છાપો માર્યો હતો.
બાતમી મુજબ, પાંચપીપરી ગામનો સુદામભાઈ રંજનભાઈ ઈન્દીશ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હતો. પોલીસે સુદામભાઈના ઘરે તપાસ કરતા, ત્યાંથી પ્લાસ્ટિકના ૨૪૦ ક્વાર્ટરિયા (નાની બોટલ) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૩૮,૪૦૦/- થાય છે.
પોલીસે દારૂનો આ જથ્થો જપ્ત કરીને સુદામભાઈની ધરપકડ કરી છે. આ ઘટના અંગે સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



