નર્મદા: દેડીયાપાડામાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
દેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આવેલી શારદા દેવી સ્કૂલની સામે રહેતી એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, મૃતક ફૂલાબેન રૂપસિંહભાઈ ખાતરીયાભાઈ વસાવે (ઉ.વ. 45), જેઓ મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના પાંડરામાટી ગામના વતની હતા અને હાલ દેડીયાપાડામાં શારદા દેવી સ્કૂલની સામે રહેતા હતા.
ગત 25 ઓગસ્ટ, 2025ના રોજ સાંજના સમયે તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક દેડીયાપાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 26 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રિના સમયે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે દેડીયાપાડા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.



