ઉમરપાડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને આશા સંમેલન યોજાયું
ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત



ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ અને આશા વર્કર બહેનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનોને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ આશા વર્કર બહેનોને સિકલસેલ, ટીબી, બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર ઘટાડવા, આયુષ્માન કાર્ડ બનાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા જેવા મહત્વના કાર્યો માટે પ્રોત્સાહક ઈનામ આપીને તેમનું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, મામલતદાર શ્રી રાજુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી રાજુભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ બરોડિયા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આરોગ્ય સ્ટાફ અને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




