GujaratGujarat newsOtherSouth Gujaratતાપી

તાપી જિલ્લા ન્યાયાલય અને તાલુકા અદાલતોમાં કાર્યરત ઈ-સેવા કેન્દ્રોનો મહત્તમ ઉપયોગ કરવા જિલ્લા ન્યાયાધીશશ્રીનો અનુરોધ

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત

ઝડપી, સરળ અને પારદર્શક ન્યાયિક સેવાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ

તાપી તા. ૨૭: તાપી જિલ્લાના વ્યારા સ્થિત જિલ્લા ન્યાયાલય અને તમામ તાલુકા અદાલતોમાં ઈ-સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલા આ કેન્દ્રોનો હેતુ વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનો છે, જેથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બની શકે.

આ કેન્દ્રો ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવતા નાગરિકો અને ટેકનોલોજીથી પરિચિત ન હોય તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આ ઈ-સેવા કેન્દ્રો દ્વારા પેપરલેસ કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપીને ન્યાયિક વ્યવસ્થામાં નવીનતા લાવવામાં આવી રહી છે.

ઈ-સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ મુખ્ય સેવાઓ:

* કેસ સ્ટેટસની માહિતી: કોઈપણ કેસની વર્તમાન સ્થિતિ વિશેની માહિતી મેળવી શકાય છે.

* પ્રમાણિત (સર્ટિફાઈડ) નકલો: કોર્ટના દસ્તાવેજોની પ્રમાણિત નકલો માટે અરજી કરી શકાય છે.

* ઈ-ફાઈલિંગ અને ઈ-પેમેન્ટ: કેસ ફાઈલ કરવા અને ફી ભરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે.

* વિડિયો કોન્ફરન્સિંગ: જરૂર પડ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં ભાગ લઈ શકાય છે.

* મફત કાનૂની સેવાઓ: જરૂરિયાતમંદ નાગરિકોને મફત કાનૂની સલાહ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

* ચુકાદા અને આદેશોની માહિતી: કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને આદેશો વિશેની માહિતી ઉપલબ્ધ છે.

જિલ્લા ન્યાયાધીશશ્રીએ તમામ વકીલો, પક્ષકારો અને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ ઈ-સેવા કેન્દ્રોનો મહત્તમ ઉપયોગ કરે અને ઝડપી ન્યાયિક સેવાઓનોલાભ મેળવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button