

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી જિલ્લાના વ્યારામાં સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે અને તેમની પત્ની, પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ “ફૂલે” ને સારો પ્રતિસાદ મળ્યો છે. વ્યારાના રાજ મલ્ટીપ્લેક્સમાં આદિવાસી સમાજ, બહુજન સમાજ અને તાપી કિંગ સાપ્તાહિક પેપરના સહયોગથી એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, મહિલાઓ અને યુવાનોએ ફિલ્મ નિહાળી હતી.
ફિલ્મ જોયા બાદ લોકોએ ફૂલે દંપતીના પ્રેરણાદાયી જીવન અને સામાજિક અન્યાય સામેની તેમની લડતને સકારાત્મક રીતે વખાણી હતી. અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત અને પ્રતીક ગાંધી તથા પાત્રલેખા અભિનીત આ ફિલ્મ 25 એપ્રિલ, 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને 19મી સદીના આ સમાજ સુધારકોના શિક્ષણ અને સમાનતા માટેના સંઘર્ષને રજૂ કરે છે. ફિલ્મની રિલીઝ પહેલાં કેટલાક વિવાદો થયા હોવા છતાં, દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.



